Homeઓથાર (બે ભાગ)
ઓથાર (બે ભાગ)
ઓથાર (બે ભાગ)
Standard shipping in 7 working days

ઓથાર (બે ભાગ)

 
₹900
Product Description

નર્મદાના ખોળે રચાતી આ કથા ૧૮૫૭ના વિપ્લવ પછીના કાળનું નેપથ્ય ધરાવે છે. વિપ્લવમાં મળેલી શિકસ્તના બોજ હેઠળ, પારાવાર હતાશામાં ગર્ત થયેલી પ્રજામાં ફરી એક વાર સ્વાતંત્ર્યની વિલાઈ ગયેલી ઝંખના જાગે, બ્રિટિશ ધૂંસરીને તોડીફોડીને ફગાવી દેવાનું ઝનૂન પ્રગટે, દેશને આઝાદ કરવાનો સંકલ્પ સાકાર થાય, એ માટે ઝઝૂમતાં પાત્રોની આ કહાની છે.

આ ઓથાર છે જિગરને ગુંગળાવી નાખે તેવા પ્રસંગોની અવિરત શૃંખલાનો...આ ઓથાર છે જીવનનું સર્વસ્વ સમર્પિત કરતી અનુપમ સ્ત્રીઓનો......આ ઓથાર છે ધીખતી હુતાશનીમાં અહર્નિશ અગ્નિસ્નાન કરતાં પાત્રોનો......આ ઓથાર છે ભુક્કા થઈ જતી જિંદગીનો...

'સાર્થક પ્રકાશન' અંતર્ગત પહેલી વાર પ્રકાશિત થયેલી નવી આવૃત્તિની વિશેષતા ~ આંખને જરાય તકલીફ ન પડે એવા અક્ષરો, પ્રિન્ટિંગ અને કાગળ સાથે એકદમ રીડર-ફ્રૅન્ડલી સ્વરૂપમાં ~ અશ્વિનીભાઈની પસંદગી ધ્યાનમાં રાખીને કરાયેલાં ડીઝાઈન, લે-આઉટ અને મુખપૃષ્ઠ ~ અશ્વિનીભાઈનાં પત્ની નીતિ ભટ્ટ અને પુત્ર નીલ ભટ્ટ સાથે મળીને અપૂર્વ આશરે તૈયાર કરેલું, નાનીમોટી ચૂકો અને વિસંગતિઓ ગાળી નાખ્યા પછીનું સૌથી આધારભૂત લખાણ ~ સાઇઝ, ડીઝાઇન અને દેખાવમાં વૈવિધ્ય છતાં એકસૂત્રતા

બે ભાગની કુલ કિંમત: Rs.1000ને બદલે Rs.900 (પોસ્ટેજ સાથે) (10 % ડિસ્કાઉન્ટ)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now