Homeનીરજા ભાર્ગવ
નીરજા ભાર્ગવ
નીરજા ભાર્ગવ
Standard shipping in 7 working days

નીરજા ભાર્ગવ

 
₹215
Product Description

રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના ક્વાર્ટર્સમાં આવી પડેલી એ ખૂબસૂરત ચિનગારીઓમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ કથાનું વસ્તુ છે. નાનકડા સ્ટેશન પર ઠંડીના દિવસોમાં સગડાઓ મૂકીને, નેતરની આરામખુરશીમાં બેસીને, રાઇફલ સાફ કરતો સ્ટેશન માસ્તર કોઈને પણ કુતૂહલ જગાવે. તેમાંય જ્યારે બ્લૂ જિન્સ અને હન્ટિંગ કોટ પહેરેલી બે છોકરીઓ, ખભે ચામડાના થેલા ભરાવીને ટ્રેન આવવાની રાહ જોતી સાવ નાના સ્ટેશન પર એકલી ઊભી હોય ત્યારે એ કોણ હશે? ક્યાં જતી હશે? એવા પ્રશ્નો સ્ટેશન પર ફરતા કોઈને પણ થાય.

ટ્રેનમાં મુસાફરી કરતાં જ આ દૃશ્યો પરથી કંઈક 'વસ્તુ' આકારમાં આવ્યું. તે પાંગરે તે પહેલાં તેમાં ઘણાં બીજાં દૃશ્યો ઉમેરાયા...અને તેમાંથી 'નીરજા ભાર્ગવ' પરિણમી.

'સાર્થક પ્રકાશન' અંતર્ગત પહેલી વાર પ્રકાશિત થયેલી નવી આવૃત્તિની વિશેષતા ~ આંખને જરાય તકલીફ ન પડે એવા અક્ષરો, પ્રિન્ટિંગ અને કાગળ સાથે એકદમ રીડર-ફ્રૅન્ડલી સ્વરૂપમાં ~ અશ્વિનીભાઈની પસંદગી ધ્યાનમાં રાખીને કરાયેલાં ડીઝાઈન, લે-આઉટ અને મુખપૃષ્ઠ ~ અશ્વિનીભાઈનાં પત્ની નીતિ ભટ્ટ અને પુત્ર નીલ ભટ્ટ સાથે મળીને અપૂર્વ આશરે તૈયાર કરેલું, નાનીમોટી ચૂકો અને વિસંગતિઓ ગાળી નાખ્યા પછીનું સૌથી આધારભૂત લખાણ ~ સાઇઝ, ડીઝાઇન અને દેખાવમાં વૈવિધ્ય છતાં એકસૂત્રતા

કુલ કિંમત: Rs.240ને બદલે Rs.215 (પોસ્ટેજ સાથે) (10 % ડિસ્કાઉન્ટ)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now